મેડમ. દરરોજ ફાઈવસ્ટાર ને ચોકોબર ખાતો સ્તવન શાક રોટલી ક્યારે ખાશે?

  • Home
  • Gujarati
  • મેડમ. દરરોજ ફાઈવસ્ટાર ને ચોકોબર ખાતો સ્તવન શાક રોટલી ક્યારે ખાશે?

સ્તવન ને દાંત કચ કચાવવાની બહુ આદત પડી ગયી છે. આખો દિવસ ચીસો પડ્યા કરે, અહી થી ત્યાં ફર્યા કરે, કુદકા મારે, અને આમતેમ આંટા માર્યા કરે, સોફા પર તો જાણે એના તોફાન વધારે જ હોય છે, એના દાદા મંદિર થી દર્શન કરીને આવે અને જે પણ પ્રસાદી લાવે એમાંથી સાકાર શોધી શોધી ને લઇ લેય, શીંગ દાણા ને અલગ કાઢી લે, પેંડા તો એક કલાક માં પતી જાય. શું કરું મેડમ બોલો. તમે જ કૈક કરો હવે સ્તવન નું.

સ્તવન સ્વભાવે બહુ જ ચીડીયો અને જીદ્દી છે. જો એને કીધેલી વસ્તુ ના મળે એને તો નીતનવા નાટક કરે, ધમપછાડા કરે, આખા પડોશ માં સંભળાય એવી ચીસો પાડે, રડે, અને કોઈ વાતે ના માને.

હું તો થાકી. નાનપણ થી જ આવો છે તો મોટો થઈને તો માથે ચડશે. એકદમ બેડ બોય છે.

પેટ માં વારંવાર દુખતું હોય છે એને. એના પપ્પા એ એક બે વાર નોટીસ કર્યું છે કે જયારે એ ચોકોબાર કે ક્રીમ વાળા બિસ્કીટ કે પેસ્ટ્રી ખાય ત્યારે એને પેટ માં દુઃખે જ છે. અમે ના પાડીએ તો દાદા દાદી પાસે જાય અને જીદ કરે અને પછી તો એ ખાઈને જ છુટકો.

એની બહેન સ્તુતિ પણ એને હું ના પાડું તોય દર રોજ ની એક ફાઈવ સ્ટાર એને ખવડાવી દેય. દાળ ભાત શાક રોટલી શાક સાથે તો દુર દુર સંબંધ નથી એને..

સંડાસ ના ભાગે તો ખુબ ખંજવાળે છે અમુક વાર. પછી હું રાત્રે એને વેસેલીન લગાવી આપું અને પછી થોડું સારું લાગે એને.

કૃમિ તો નહિ હોય ને મેડમ? હં…..? અળસિયા જેવા નુડલ્સ તો બહુ ખાય છે સ્તવન..એટલે જ અળસિયા જેવું કૈક થયુ હશે એવું લાગે છે મને તો.

ડોકટર દ્વારા કૃમિ ના નિદાન સાથે નિશ્ચિત દવા આપવામાં આવી. હોમીઓપથીમાં CALCAREA CARB, SULPHUR, CINA, CHAMOMMILA જેવી ઉતમ દવાઓ ઉપલબ્ધ છે. પણ સ્તવન ના  સંપૂર્ણ કેસ લીધા બાદ સ્તવન ને CINA નામ ની દવા આપવામાં આવી અને ૨ મહિના ની દવા આપવામાં આવી. અને ૨ મહિના પછી ફોલો અપ થયું.

સ્તવન ની એક સારી વાત કહું…મેમ…તમને.. એને મહિના ના ૧૦ થી ૧૫ દિવસ થતો પેટ નો દુઃખાવો આ મહીને ખાલી ૩ થી ૪ વાર થયો છે. ક્યારેક સંડાસ ના ભાગે જે ખંજવાળ આવતી એ પણ હવે સાવ નહિ જેવી જ. ચોકલેટ ખાવાની માત્રા તો હજી એટલી ઓછી નથી. પણ એટલું ખરું કે શાક રોટલી દાળ ભાત એની થાળી માં આવતા થયા છે ધીમે ધીમે અને જો એને મૂડ હોય તો ક્યારેક એકાદ રોટલી પણ વધારે ખાય છે અને ચિડીયાપણું થોડા અંશે ઓછું થયું છે. એક મહિના પછી ફરી ફોલોઅપ થયું.

સ્તવન ના મમ્મી સંસ્કૃતિબેન અમારા માટે ફાઈવસ્ટાર નું ડીસંટ બોક્સ લઈને આવ્યા. અને સ્તવને અમને બધાને ફાઈવસ્ટાર આપી.

આજે એ જ સ્તવન અઠવાડિયા ની ૨ થી ૩ ચોકલેટ તો ખાય છે જ. પણ છતાંય કોઈ તકલીફ નથી. સરસ રમે છે. કૃમિ ની તકલીફ પર ફૂલ સ્ટોપ આવી ગયું.

હવે સંસ્કૃતિબેન નો સ્તવન એમના માટે ગુડ બોય બની ગયો….

 

 

 

 

Leave A Reply