માથા નો દુખાવો : કારણો , પ્રકારો અને અકસીર ઈલાજ

 • Home
 • Gujarati
 • માથા નો દુખાવો : કારણો , પ્રકારો અને અકસીર ઈલાજ
Headache – માથા નો દુખાવો એક એવી તકલીફ છે જે કદાચ મોટાભાગના વ્યક્તિ ઓ એ ક્યારેક ને ક્યારેક તો અનુભવી હશે જ.

આરબ સંસ્કૃતિ માં એક રૂઢીપ્રયોગ છે કે ” Every Head is having its own headache “ એટલે એવું કહીએ તો ચાલે કે પ્રત્યેક વ્યક્તિ ને એના જીવન માં કૈક તો માથા નો દુખાવો ચાલતો જ હોય . પણ જયારે એ ખરેખરા દુખાવા નું સ્વરૂપ ધારણ કરી લે ..ત્યારે એ ખરેખર ખુબ જ તકલીફ દાયક પ્રોબ્લેમ બની જાય છે.

મારા એક દર્દી મને યાદ છે જે ખરેખર દીવાલ માં માથું પછાડતા એટલો દુખાવો એમને રહેતો. બીજો એક કેસ ધ્યાન માં આવે છે જે છેલ્લા ૧૫ વર્ષ થી થતા માથા ના દુખાવા થી ત્રાસી ને આપઘાત ની સ્થિતિ માં આવી ગયેલા. અને આવા કદાચ મેં જોયેલા ઘણા ઘણા કેસીસ માંથી મને એક પણ એવો ધ્યાન માં નથી આવતો જેને હોમીઓપેથી ની સાવ જ આડઅસર વિના ની દવા થી એકદમ સરળતા પૂર્વક ફાયદો ના થયો હોય.

માથા ના દુખાવો પોતે તો જાણે આપત્તિ જનક છે જ, પણ સાથે સાથે એના માટે જે બજાર માં મળતી ગોળી ઓ લેવા ની લોકો ટેવ છે ..જો એમાં ના કોઈ પણ આ લેખમાળા વાચતા હો તો મહેરબાની કરી ને તમારી આ ટેવ પર રોક લગાવો એવી મારી લાગણીભરી વિનંતી છે. એ દવા દેખીતી રીતે સાવ જ નાના મૂલ્ય ની ને ઝડપી અસર કારક છે; પણ એ દવા ની આડઅસરો એ વ્યક્તિ ની કીડની અને વ્યક્તિ નું પાચન તંત્ર બંને પર એટલી હદે ખરાબ અસર પડે છે કે પછી એ સારવાર ની સીમા ઓ ની બહાર જતું રહે છે. સાચા અર્થમાં એ ” બકરું કાઢી ને ઊંટ પેસાડવા ની વાત છે. “

માથા ના દુખાવા ના પ્રકાર ને કારણો :

હું બહુ ટેકનીકલ વર્ણન પર નહિ જાઉં કારણ કે બધી terminology ને ગુજરાતી માં વ્યાખ્યાયિત કરવી થોડી અઘરી પડે પણ મેડીકલ વિજ્ઞાન મુખ્યત્વે માથા ના દુખાવા ને ૩ ભાગ માં વિભાજીત કરે છે .

1. Primary Headache:

જેમાં tension headache કે migraine એટલે કે આધાશીશી પ્રકાર ના તમામ માથા ના દુખાવા આવી જાય . બીજા શબ્દો માં કહું તો માથા માં દેખીતી રીતે અંદર કોઈ જ પ્રકાર નો પ્રોબ્લેમ ના હોય છતાં દુકાવો રહે .

2. Secondary Headache :

એમાં મગજ ની ગાંઠ , મગજ નું કવર – menigies એમાં આવેલો સોજો એટલે કે meningitis વગેરે જેવા કારણો હોય.

3. Cranial Headache :

ચેતાતંત્ર ને કારણે થતો દુખાવો.

એક વાત ખાસ જાણ કરવા નું મન થાય કે , આપણને થતા દુખાવા ઓ માંથી ૯૦ % એ પહેલા પ્રકાર ના headache માં આવે છે એટલે કે એમાં અંદર કોઈ તકલીફ હોતી નથી , એટલે માથા નો દુખાવો રહે તો તરત જ મને મગજ માં ગાંઠ તો નહિ હોય ને “?કહી ને ગભરાવા ની કોઈ જરૂર નથી.

કારણો માથા ના દુખાવા ના ઘણા ઘણા છે ..ઘણી વાર તો શોધી પણ શકાય કે કયા કારણે થયું પણ છતાં જો લીસ્ટ બનવું હોય તો ;

 • શરદી કે તાવ
 • દાંત માં કોઈ તકલીફ કે દુખાવો
 • આંખો નો વધુ ઉપયોગ કે ખેંચાણ
 • માનસિક ચિંતા , તનાવ કે tension વાળો સ્વભાવ
 • શારીરિક અને માનસિક થાક
 • સાયનસ
 • સિગરેટ, તમાકુ, દારૂ જેવા વ્યસનો
 • ચા / કોફી – વધુ પડતા લેવાવા કે આદત બંધ કરવી
 • સુવા માં ઘણી વાર એવા પ્રકાર ની postion
 • કબજિયાત / ગેસ
 • Hypertension
 • Sunstroke

ચિન્હો :

વ્યક્તિ એ વ્યક્તિ એ બદલાય આમ તો ચિન્હો , પણ છતાં ,

 • માથા માં દબાણ લાગવું
 • કોઈ હથોડા મારતા હોય એવું લાગવું
 • માથા માં કૈક બાંધ્યું હોય એવું લાગવું
 • લબક લબક જેવું રહેવું
 • આંખો ભારે લાગવી.
 • કેટલાક કિસ્સા માં બેચેની અને ચક્કર જેવું લાગવું.
 • ઉલટી કે ઉબકા આવવા .

ઉપાયો :

માથા ના દુખાવા નો સૌ પ્રથમ ઉપાય તો આરામ છે . પુરતી ઊંઘ , પુરતો આહાર અને પ્રસન્ન મન હોય તો ભાગ્યે જ માથા નો દુખાવો થાય અને થાય તો એ તરત મટી પણ જાય . એ માટે દર વખતે દવા , ગોળી લેવા ની જરૂર નથી. પણ જો ..વારંવાર માથા નો દુખાવો રહેતો હોય કે આધાશીશી હોય, તો જાણે દવા લેવી જરૂરી થાઈ જાય છે. હોમીઓપેથી માં તો તમામ પ્રકાર ના માથા ના દુખાવા ની અકસીર દવા ઘણી છે . જેમ કે ,

 • Belladona – કોઈ પણ પ્રકાર નો માથા નો દુખાવો મટાડતી અકસીર દવા
 • Spigelia
 • Nux Vomica- ગેસ ને કારણે, અપચા ને કારણે કે ઉજાગરા ને કારણે થતા દુખાવા માટે
 • Tabacum
 • Natrum Mur.- sunstroke ને કારણે થતા દુખાવા માં
 • Natrum Carb
 • Sanguinaria
 • Gelsemium – વધુ પડતા થાક ને કારણે થતા દુખાવા માટે
 • Glonoine. – sunstroke ને કારણે થતા દુખાવા માં

અને બીજી ઘણી ઘણી હજી તો . ટૂંક માં કહું તો કારણ અને પ્રકૃતિ ને અનુરૂપ દવા નક્કી કરીએ તો જરૂર ગમે તેટલો જુનો કે હઠીલો માથા નો દુખાવો સ્વાસ્થ્ય આપતી આ મીઠી ગોળી ઓ છું કરી શકે છે એ ની: શંક છે .

Leave A Reply